Virat Kohli: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે BCCIએ ટીમની જાહેરાત કરી જેમાં ટીમમાં સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી પણ સામેલ હતો, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે પ્રથમ બે ટેસ્ટ મેચથી કોહલીએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ માહિતી BCCI દ્વારા આપવામાં આવી હતી.
ભારતીય ટીમના ચાહકોને મોટો ઝટકો,બે ટેસ્ટ મેચ માંથી કોહલીએ અંગત કારણોસર નામ પાછું ખેંચ્યુ – Virat Kohli
BCCIના જણાવ્યા મુજબ, “અંગત કારણોને ટાંકીને વિરાટ કોહલીએ BCCIને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવા વિનંતી કરી છે. વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અમુક વ્યક્તિગત સંજોગો તેની હાજરી પર અવિભાજિત ધ્યાન આપવાની માંગ કરે છે.”
આ પણ વાંચો: હાર્દિક પંડ્યા IPL 2024 અને અફઘાનિસ્તાન સિરીઝ ચૂકી શકે છે,
વિરાટ કોહલીને પોતાનું સમર્થન આપ્યું
BCCI વધુમાં કહ્યું, “બોર્ડ તેના નિર્ણયનું સન્માન કરે છે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને પોતાનું સમર્થન આપ્યું છે અને ટીમના બાકી ખેલાડીઓ પાસેથી ટેસ્ટ સીરિઝમાં સરાહનીય પ્રદર્શનની આશા વ્યક્ત કરે છે.” BCCI વધુમાં કહ્યું, “BCCI, મીડિયા અને પ્રશંસકોને આગ્રહ કરે છે કે તે વિરાટ કોહલીની પ્રાઈવેસીનું સન્માન કરે અને તેના અંગત કારણોના પ્રકાર પર અનુમાન ન કરે. આગામી ટેસ્ટ સીરિઝમાં ખેલાડીઓના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવો જોઈએ. ટૂંક સમયમાં વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટનું એલાન કરવામાં આવશે.”
1 thought on “Virat Kohli: ભારતીય ટીમના ચાહકોને મોટો ઝટકો,બે ટેસ્ટ મેચ માંથી કોહલીએ અંગત કારણોસર નામ પાછું ખેંચ્યુ …”