U19 World Cup 2024: U19 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ શકે છે. ભારતીય ટીમે સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બીજી સેમિફાઈનલ મેચમાં પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમવામાં આવી રહી છે. પાકિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવે તો ફાઈનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો રમાઈ શકે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ શકે છે ફાઇનલ મુકાબલો, ભારતીય ટીમનો દબદબો- U19 World Cup 2024
સેમિફાઈનલમાં ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું
U19 વર્લ્ડ કપ 2024ની પહેલી સેમિફાઈનલ મેચમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 2 વિકેટથી હરાવ્યું હતું. કેપ્ટન ઉદય સહારને 81 રનની ઈનિંગ રમી હતી. સચિન ધાસે 91 રનની ઈનિંગ રમી હતી. સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમે 34 રને 4 વિકેટ ગુમાવી હતી. ઉદય સહારન અને સચિન ધાસના શાનદાર ઈનિંગતી ભારતીય ટીમે જીત મેળવી હતી.
ભારતીય ટીમનો દબદબો
ભારતીય ટીમ U19 World Cup 2024માં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી અને તમામ મેચ જીતી છે. U19 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ જીત માટે પ્રબળ દાવેદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુપર-6ની મહત્વની મેચમાં ટીમે ન્યુઝીલેન્ડને 214 રને અને નેપાળને 132 રનના અંતરથી હરાવ્યું હતું. આ સમયે ભારતીય ટીમ પૂરા ઉત્સાહમાં છે.
ભારતે સૌથી વધુ વાર U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો
U19 World Cupમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. ભારતે U19 વર્લ્ડ કપમાં 5 વાર ખિતાબ જીત્યો ચે. ભારતીય ટીમે સૌથી પહેલા વર્ષ 2000માં U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2022માં U19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે.
આ પણ વાંચો: ભારતના સ્ટાર ક્રિકેટર મયંક અગ્રવાલને પાણીમાં અપાયું ઝેર? પોલીસે નોંધી FIR,કોણ આપ્યું ઝેર
વર્ષ 1988થી U19 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1998 પછી દર બીજા વર્ષે U19 વર્લ્ડ કપ યોજવામાં આવે છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાંચ વાર ચેમ્પિયન ટીમ બની છે. ઓસ્ટ્રેલિયાએ ત્રણ વાર અને પાકિસ્તાને બે વાર આ ખિતાબ જીત્યો છે. બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝે પણ એક એક વાર આ ટ્રોફી જીતી છે.