Rohit Sharma World Record: ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ પહેલા આ ફોર્મેટમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી હતી. 3 મેચની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમનો ક્લીન સ્વીપ કર્યો હતો. પ્રથમ બે મેચ એકતરફી હતી પરંતુ છેલ્લી મેચ જબરદસ્ત રોમાંચથી ભરેલી હતી. T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં પ્રથમ વખત એક મેચમાં બે સુપર ઓવર રમાઈ હતી. અહીં ભારતીય ટીમે જીત નોંધાવી અને શ્રેણી 3-0થી કબજે કરી.
Rohit Sharma એ તોડ્યો સિક્સરનો વધુ એક રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન Rohit Sharma ને હિટમેન તરીકે પણ ઓળખવામાં આવે છે. તોફાની શૈલીમાં બેટિંગ કરવા માટે પ્રખ્યાત આ બેટ્સમેનના નામે છગ્ગાના ઘણા રેકોર્ડ છે. રોહિત અફઘાનિસ્તાન સામે વધુ એક છગ્ગો ફટકારવામાં સફળ રહ્યો. હવે T20 ઈન્ટરનેશનલમાં આ મહાન ભારતીય ઓપનરથી આગળ કોઈ નથી.
ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ પહેલા આ ફોર્મેટમાં તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી હતી. 3 મેચની આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ મુલાકાતી ટીમનો ક્લીન સ્વીપ કર્યો હતો. પ્રથમ બે મેચ એકતરફી હતી પરંતુ છેલ્લી મેચ જબરદસ્ત રોમાંચથી ભરેલી હતી. T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં પ્રથમ વખત એક મેચમાં બે સુપર ઓવર રમાઈ હતી. અહીં ભારતીય ટીમે જીત નોંધાવી અને શ્રેણી 3-0થી કબજે કરી.
આ મેચમાં રોહિત શર્માએ તોફાની સદી ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. 22 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્કોર સાથે કેપ્ટન ટીમને 212 રન સુધી લઈ ગયો. તેણે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની અજોડ ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે જે સિક્સર ફટકારી તે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
આ પણ વાચો: નવા વર્ષમાં ટીમ ઈન્ડિયા સામે આ 5 પડકારો આવશે, જાણો વિગતવાર માહિત્તી
રોહિત શર્માનો વધુ એક સિક્સરનો રેકોર્ડ
ભારતીય કેપ્ટન Rohit Sharma એ T20 ઈન્ટરનેશનલમાં સિક્સરનો વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. આ ફોર્મેટમાં ઇનિંગ્સની શરૂઆત કરતી વખતે તે હવે સૌથી વધુ સિક્સર મારનાર ઓપનર બની ગયો છે. અફઘાનિસ્તાનની ઇનિંગ્સ પછી, તેના ખાતામાં 160 થી વધુ છગ્ગા છે અને રોહિતે બીજા ક્રમાંકિત ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલની 161 છગ્ગાને પાછળ છોડી દીધી છે. ત્રીજા નંબર પર આયર્લેન્ડના પોલ સ્ટારલિનનું નામ છે જેના ખાતામાં 122 સિક્સર છે. ચોથું નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું છે, જેણે 116 છગ્ગા ફટકાર્યા હતા. આ યાદીમાં 111 સિક્સર મારનાર વેસ્ટ ઈન્ડિઝના ઈવિન લુઈસ છે.
2 thoughts on “Rohit Sharma: રોહિત શર્માએ તોડ્યો સિક્સરનો વધુ એક રેકોર્ડ, અહીથી વધુ માહિતી મેળવો”