ICC Awards: વર્ષ 2023 માટેના પુરસ્કારોની જાહેરાત ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ શ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર તરીકે ચૂંટાયા હતા. ઇંગ્લિશ ક્રિકેટર નેટ-સાયવર બ્રન્ટે મહિલા વર્ગમાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો એવોર્ડ જીત્યો. જ્યારે ભારતના વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ મોટા એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા. કોહલી મેન્સ ઓડીઆઈ ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે, જ્યારે સૂર્યા મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. આઈસીસીએ વર્ષ 2023 માટે સૂર્યાની ટી-20 ટીમના કેપ્ટન તરીકે પણ પસંદગી કરી હતી, જ્યારે રોહિત શર્માને ODI ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
ICC દ્વારા વર્ષ 2023 માટે પુરસ્કારોની યાદી જાહેર કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સને મેન્સ ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો હતો. ભારતના વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ મોટા એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા.
ICC ઍવોર્ડ્સમાં ભારતનો દબદબો, પાકિસ્તાનના સૂપડાં સાફ- ICC Awards
પાકિસ્તાનનો સફાયો
ખાસ વાત એ છે કે ICC એવોર્ડ્સ 2023માંથી પાકિસ્તાનનો સફાયો થઈ ગયો છે. પાકિસ્તાનનો કોઈ ખેલાડી (પુરુષ અને મહિલા બંને) એવોર્ડ જીતી શક્યો નથી. આ ઉપરાંત, કોઈપણ પાકિસ્તાની ખેલાડીને ICCની ટેસ્ટ, ODI કે T20 ટીમમાં સ્થાન મળ્યું નથી. ખાસ વાત એ છે કે યુગાન્ડા અને ઝિમ્બાબ્વેના ખેલાડીઓ પણ ICC મેન્સ T20I ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા.-ICC Awards
ICC પુરસ્કારો 2023 ની સંપૂર્ણ યાદી- ICC Awards
- મહિલા ક્રિકેટર ઓફ ધ યર (રશેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી): નેટ સાયવર-બ્રન્ટ (ઇંગ્લેન્ડ)
- મહિલા ટી20 ક્રિકેટર ઓફ ધ યર: હેલી મેથ્યુઝ (વેસ્ટ ઈન્ડિઝ)
- મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર: ચમારી અટાપટ્ટુ (શ્રીલંકા)
- ઉભરતી મહિલા ક્રિકેટર ઓફ ધ યર: ફોબો લિચફિલ્ડ (ઓસ્ટ્રેલિયા)
- મહિલા સહયોગી ક્રિકેટર ઓફ ધ યર: ક્વિન્ટર એબેલ (કેન્યા)
- મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર: વિરાટ કોહલી (ભારત)
- મેન્સ ક્રિકેટર ઓફ ધ યર (સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી): પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)
- મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર: ઉસ્માન ખ્વાજા (ઓસ્ટ્રેલિયા)
- મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર: સૂર્યકુમાર યાદવ (ભારત)
- ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યર: રચિન રવિન્દ્ર (ન્યુઝીલેન્ડ)
- મેન્સ એસોસિયેટ ક્રિકેટર ઓફ ધ યર: બાસ ડી લીડે (નેધરલેન્ડ)
- આઈસીસી અમ્પાયર ઓફ ધ યર: રિચર્ડ ઈલિંગવર્થ (ઈંગ્લેન્ડ)
- ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ: ઝિમ્બાબ્વે
ICC પુરુષોની T20I ટીમ 2023
ફિલ સોલ્ટ, યશસ્વી જયસ્વાલ, નિકોલસ પૂરન (wk), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), માર્ક ચેપમેન, સિકંદર રઝા, અલ્પેશ રામાજાની, માર્ક અદાયર, રવિ બિશ્નોઈ, રિચર્ડ નાગરવા.-ICC Awards
ICC મેન્સ ટેસ્ટ ટીમ 2023
ઉસ્માન ખ્વાજા, દિમુથ કરુણારત્ને, કેન વિલિયમસન, જો રૂટ, ટ્રેવિસ હેડ, રવિન્દ્ર જાડેજા, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), આર. અશ્વિન, મિશેલ સ્ટાર્ક, સ્ટુઅર્ટ બ્રોડ.
ICC મેન્સ ODI ટીમ 2023
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ટ્રેવિસ હેડ, વિરાટ કોહલી, ડેરિલ મિશેલ, હેનરિક ક્લાસેન (wk), માર્કો જાન્સેન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
ICC મહિલા ODI ટીમ 2023
ફોબી લિચફિલ્ડ, ચમરી અટાપટ્ટુ (કેપ્ટન), એલિસા પેરી, એમેલિયા કેર, બેથ મૂની (wk), નેટ સાયવર-બ્રન્ટ, એશ્લે ગાર્ડનર, એનાબેલ સધરલેન્ડ, નાદીન ડી ક્લાર્ક, લી તાહુહુ, નાહિદા અખ્તર.
ICC મહિલા T20I ટીમ 2023
ચમારી અટાપટ્ટુ (કેપ્ટન), બેથ મૂની (wk), લૌરા વોલ્વાર્ડ, હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, એમેલિયા કેર, એલિસા પેરી, એશ્લે ગાર્ડનર, દીપ્તિ શર્મા, સોફી એક્લેસ્ટોન, મેગન શૂટ.
1 thought on “ICC Awards: ICC ઍવોર્ડ્સમાં ભારતનો દબદબો, પાકિસ્તાનના સૂપડાં સાફ”