T20 વર્લ્ડ કપ 2024 જે IND vs ENG ની બીજી સેમીફાઈનલમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે છે. ભારતને ઈંગ્લેન્ડ સામે સેમિફાઇનલ જીતવો એ પણ કાઇ આસાન પડકાર નથી. પરંતુ ટીમ ઈન્ડિયાનો એક મસ્ત મજાનો પ્લાન છે, જેનો ઉપયોગ તેઓ આ T20 વર્લ્ડ સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવવા માટે એક ઢાલ તરીકે ઉપયોગ કરી શકશે. વધુમાં આમ, જોવા જઇએ તો મિત્રો ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી, જે ઈંગ્લેન્ડની ટીમ માટે એક દબાણ બનાવવાનું કામ કરશે.
India vs England, Semi Final 2
T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડના પડકારનો સામનો કરવો પડશે. ઈંગ્લેન્ડની ટીમે ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ટીમ સતત ચોથી વખત T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ રમવા જઈ રહી છે અને સૌથી ઉપર ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ છે. તમે આ આંકડાઓ જોયા બાદ ઈંગ્લેન્ડ આપો-આપ જ ટીમ ઈન્ડિયા પર હાવી દેખાય છે. પરંતુ, બધું લાગે છે તેવું ક્યારે હોતુ નથી. ઈંગ્લેન્ડ ટીમની પણ કેટલીક નબળાઈઓ છે, જે છુપાવી શકાય તેમ નથી અને ટીમ ઈન્ડિયાની નજર પણ તેના પર જ છે. તેને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે સેમીફાઈનલ માટે પોતાનો પ્લાન તૈયાર કર્યો છે.
T20 વર્લ્ડ કપ 2024ને લઇને ટીમ ઈન્ડિયાનો શું છે પ્લાન? – IND vs ENG
IND vs ENG: સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પ્લાન ઈંગ્લેન્ડની નબળાઈઓ પર એટેક કરવા સાથે સંબંધિત છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની નબળાઈઓને નિશાન બનાવવા માંગે છે, જેણે તેમને ગ્રુપ સ્ટેજમાં પરેશાન કર્યા હતા. હા, ઈંગ્લેન્ડ ભલે સેમીફાઈનલમાં પહોંચી ગયું હોય, પરંતુ તેઓ કેવી રીતે પહોંચ્યા એ બધા જાણે છે. ટૂર્નામેન્ટમાં એક સમય એવો હતો જ્યારે ઈંગ્લેન્ડનું ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવાનું જોખમ હતું, કારણ કે તેની નબળાઈઓ તેની રમત પર પ્રભુત્વ ધરાવતી હતી. ઈંગ્લેન્ડની આ નબળાઈઓ તેના બેટિંગ અને બોલિંગ વિભાગ સાથે સંબંધિત હતી.
ભારત ઈંગ્લેન્ડની નબળાઈ પર નજર રાખશે – IND vs ENG
T20 વર્લ્ડ કપમાં કોઈ શંકા નથી કે ઈંગ્લેન્ડ મજબૂત ટીમ છે. પરંતુ, ટુર્નામેન્ટમાં હજુ સુધી તેમનો ટીમ તરીકે દબદબો જોવા મળ્યો નથી. તેમણે ચોક્કસપણે મેચ જીતી છે, પરંતુ માત્ર એક કે બે ખેલાડીઓના બળ પર. અત્યાર સુધી એવું નથી લાગતું કે ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે. આ જ કારણ છે કે ઓસ્ટ્રેલિયા સામે 200 પ્લસ રનના ટાર્ગેટનો પીછો કરવામાં અથવા તો દક્ષિણ આફ્રિકા સામે 164 રનના ટાર્ગેટનો પીછો કરવામાં તે સફળ થઈ શકી નથી. ઈંગ્લેન્ડની આ નિષ્ફળતાઓ એ બતાવવા માટે પૂરતી છે કે તેમની બેટિંગ લાઈનઅપમાં ખામી છે.
T20 વર્લ્ડ કપ 2024 મેચ લાઇવ સ્કોર કેવી રીતે કરવો ચેક
India vs England, Semi Final 2 આજે શરૂ થવા જઇ રહી છે ત્યારે, સૌ કોઇ મિત્રો ફ્રીમાં હવે લાઇવ સ્ક્રોર જોવા માંગતા હોવ તે નીચે આપેલ Cricbuzz ની લાઇવ લિંક પર ક્લિક કરીને T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ લાઇવ સ્કોર જોઇ શકે છે.
IND vs ENG 2nd Semi Final Live Score, Commentary Check Now (Cricbuzz દ્વારાલાઇવ સ્કોર જોવા માટેની લિંક)
T20 વર્લ્ડ કપ 2024 મેચ લાઇવ કઈ ટીવી ચેનલ પર જોઈ શકાશે ?
India vs England, Semi Final 2 – સ્ટાર સ્પોર્ટ્સ પાસે T20 વર્લ્ડ કપના પ્રસારણના અધિકારો છે. અંગ્રેજીમાં લાઈવ કોમેન્ટ્રી Star Sports 1 HD/SD પર ઉપલબ્ધ થશે. અને હિન્દી કોમેન્ટ્રી Star Sports Hindi HD/SD પર ઉપલબ્ધ થશે. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, સ્ટાર સ્પોર્ટ્સ ચેનલની બંગાળી, કન્નડ, તેલુગુ અને તમિલ સહિત અન્ય ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રી આપશે. ડીડી ફ્રી ડીશનો ઉપયોગ કરતા દર્શકો ડીડી સ્પોર્ટ્સ પર ભારતની મેચો અને સેમી ફાઈનલ અને ફાઈનલ મેચો ફ્રીમાં જોઈ શકશે.
T20 વર્લ્ડ કપ 2024 ફોન કે લેપટોપ પર લાઈવ મેચ કઈ રીતે જોઈ શકાય ? – IND vs ENG
T20 વર્લ્ડ કપ 2024 મોબાઈલમાં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney Plus Hotstar એપ પર જોઈ શકાશે. લેપટોપ અથવા સ્માર્ટ ટીવી પર જોવા માટે તમારે જે તે ચેનલ કે પ્લેટફોર્મનું સબ્સ્ક્રાઇબ લેવું પડશે.
1 thought on “T20 IND vs ENG: T20 વર્લ્ડ કપ 2024 સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને પરાજય આપવાના મુડમાં ઇન્ડીયા ટીમ એ તૈયાર કર્યો આ પ્લાન, સાથે જ જુઓ આજની મેચ લાઇવ મેચ અને સ્કોર”