IND vs ENG: ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ફટકો પડી શકે છે. ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐય્યર બાકી રહેલ ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. શ્રેયસ ઐય્યરની પીઠ જકડાઈ ગઈ છે અને ગ્રોઈનમાં દુખાવો છે. રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે. 5 મેચની ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરી પર છે.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ફટકો, વધુ એક ખેલાડી થયો ઇજાગ્રસ્ત!- IND vs ENG
મીડિયા રિપોર્ટ અનુસાર શ્રેયસ ઐય્યરે 30થી બોલ રમ્યા પછી તેમને ગ્રોઈનમાં દુખાવો થયો હતો. તેમને ફોરવર્ડ ડિફેન્સ રમવામાં તકલીફ થઈ રહી હતી. શ્રેયસ ઐય્યર અન્ય ટેસ્ટ મેચમાં રમી શકશે કે નહીં તે અંગે પ્રશ્નાર્થ ઊભો થયો છે? વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલ બીજી ટેસ્ટ મેચ પછી તમામ ખેલાડીઓની કિટ રાજકોટ મોકલવામાં આવી છે અને શ્રેયસ ઐય્યરની કિટ મુંબઈ મોકલી દેવામાં આવી છે. પસંદગી સમિતિ અજીત અગરકરની અધ્યક્ષતામાં બાકી રહેલ ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે.- IND vs ENG
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને ફટકો પડી શકે છે. રાજકોટમાં 15 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે. 5 મેચની ટેસ્ટ સીરિઝ 1-1ની બરાબરી પર છે.
- મેચ પહેલા ભારતીય ટીમને ફટકો પડી શકે છે
- 15 ફેબ્રુઆરીના રોજ ત્રીજી ટેસ્ટ મેચ રમવામાં આવશે
- શ્રેયસ ઐય્યરને ગ્રોઈનમાં દુખાવો
માર્ચ મહિનાથી IPLની શરૂઆત થશે
શ્રેયસ ઐય્યરને તપાસ માટે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવશે. IPL સુધીમાં શ્રેયસ ઐય્યરની તબિયતમાં સુધારો થઈ શકે છે. માર્ચ મહિનાથી IPLની શરૂઆત થશે. ગયા વર્ષે શ્રેયસ ઐય્યરની સર્જરી કરવામાં આવી હતી. તે પહેલા કે. એલ. રાહુલ અને રવિન્દ્ર જાડેજાને ઈજા થતા તેઓ ટીમમાંથી બહાર છે.
આ પણ વાંચો: ભારતીય ટીમના ચાહકોને મોટો ઝટકો,બે ટેસ્ટ મેચ માંથી કોહલીએ અંગત કારણોસર નામ પાછું ખેંચ્યુ …
મીડિયા રિપોર્ટ અનુસાર ‘શ્રેયસ ઐય્યરે ભારતીય ટીમ મેનેજમેન્ટને પીઠ જકડાઈ જવાની અને ગ્રોઈનમાં દુખાવો થવાની ફરિયાદ કરી છે. શ્રેયસ ઐય્યરે સર્જરી પછી પહેલી વાર આ પ્રકારની ફરિયાદ કરી છે, જેથી તેમને થોડા સમય માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.’